"ઘુડ છે તો રણ છે, રણ છે તો અગરિયો છે, અગરિયો છે તો રણ છે, રણ છે તો ઘુડખર છે." "ચોર ખાય, મોર ખાય, ઘુડખર ખાય, પછી વધે તો ખેડૂત ખાય." ઉપરની આ બે કહેવતો ગુજરાતના વન્યજીવન અને લોકો વચ્ચેના તાલમેલનું પ્રતિબિંબ ઝીલે છે. કચ્છના નાના રણમાં મીઠું પકવતા દેવાભાઈ સાંવરીયા અને આ જ વિસ્તારના ખેડૂત આગેવાન ભરતભાઈ સુમેરાએ ઘુડખર અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓની વાત કરતી વખતે આ વિધાનો કહ્યાં હતાં. ગુજરાતના વન્યજીવનની વાત આવે તો તેમાં જંગલી ગધેડા અથવા તો ઘુડખર તરીકે ઓળખાતાં પ્રાણીની અવશ્ય વાત થાય. 2024ની છેલ્લી ગણતરી પ્રમાણે તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જંગલખાતાના પ્રયાસોની સાથે સાથે અહીંના લોકોના ઘુડખર સાથેના સહજીવનને કારણે પણ આ પરિણામો મળી શક્યાં છે. એક તરફ જ્યારે દુનિયાભરમાં જંગલી પ્રાણીઓ અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષ જોવા મળે છે, ત્યારે ગુજરાતમાં ઘુડખરની વધી રહેલી વસ્તી એ જંગલી પ્રાણીઓ અને લોકો સાથેના સહજીવનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. વીડિયો : રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment