Wednesday, November 19, 2014

Divya Bhaskar; Surendranagar: Wednesday, November 19, 2014.
સરકારના નર્મદા અને જળ સંપત્તિ વિભાગને વારંવાર રજુઆતો કરી-કરી થાક્યા. તેમના બહેરાકાન અને અગરિયાઓ માટેની બિન-સંવેદનશીલ કામ કરવાની પધ્ધતિના લીધે સાંતલપુર થી માડી ખારાઘોડા, પાટડી, હળવદ, ધાંગધ્રા, જોગડ આ તમામ વિસ્તારોમાં મીઠાના અગરો-પર દરેક સિઝનમાં બે થી ત્રણ વાર પાણી ફરી વળે છે. આ વિભાગને મામલતદાર, પ્રાંત અધિકારી અને જીલ્લા કલેકટર દ્વારા અવાર-નવાર મૌખિક અને લેખિતમાં જણાવવા છતાં અધિકારો સંભાળતા નથી. અગરીયાઓનું લાખોનું નુકસાન તેમને દેવાના ડુંગર નીચે દબાવી મારે છે. આ અધિકારીઓ સામે કોર્ટમાં તેમની વ્યક્તિગત જવાબદારી નક્કી કરતો દાવો કરી વળતર માગીએ તો કદાચ તેમના કાને અગરિયાઓનો અવાજ અથડાશે તેવું લાગે છે.

No comments: